Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત 2047 અંગેની કાર્યશાળામાં સંબોધન કર્યું

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતનું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનો નિર્ધાર કરીને સઘન કામગીરી કરવા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓને આહવાન કર્યું છે. તેઓ ગાંધીનગરમાં રાજ્યના જિલ્લા કલેક્ટરો-ડી.ડી.ઓ. માટેની વિકસિત ગુજરાત 2047 અંગેની કાર્યશાળામાં સંબોધન કરી રહ્યા હતા.

    આવનારા 25 વર્ષમાં રાજયના વિકાસનું આયોજન કરવા આ કાર્યશાળાનું  આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગના સહયોગથી વિકસિત ગુજરાત  2047 નો મુસદ્દો તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાં કલેક્ટરો-ડી.ડી.ઓ.ના લેખિતમાં મળેલા સુઝાવો-સૂચનોની આ કાર્યશાળામાં છણાવટ કરવામાં આવી હતી. રાજ્યના મહેસાણા, વલસાડ, દાહોદ, અને ભાવનગરના જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાના જિલ્લામાં તૈયાર થઈ રહેલા પ્રારંભિક વિઝન ડોક્યુમેન્ટનો સારાંશ કાર્યશાળામાં રજૂ કર્યો હતો.

    તેમણે જણાવ્યું કે, રાજયમાં સમૃદ્ધિની નવી ઊંચાઈઓ હાંસલ કરવી, ગામડાં અને શહેરો બંને વિસ્તારોમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવી તેમજ અદ્યતન માળખાકીય સુવિધાઓનું નિર્માણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. મુખ્ય સચિવ રાજકુમારે આ કાર્યશાળાનો હેતુ સમજાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply