મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતે પાટણના 71 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાવ્યું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોના ₹305.04 કરોડના કુલ 145 જનકલ્યાણલક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા હતા. સિદ્ધપુર ખાતે અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન સંપન્ન કરાવ્યું હતું.
પૌરાણિક ભૂમિ સિદ્ધપુર ખાતેથી પાટણની જનતાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આજના દિવસને આનંદ અને ગૌરવનો દિવસ ગણાવ્યો હતો. પાટણ જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રીછેલ્લા 15 દિવસમાં જ વડાપ્રધાનના હસ્તે 1 લાખ 10 હજાર કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે. તાજેતરમાં મહેસાણા ખાતેથી વડાપ્રધાનએ ઉત્તર ગુજરાતને ₹13,000 કરોડથી વધુના વિકાસકામો અર્પણ કર્યા હતા એમ તેમણે ઉમેર્યું હતુ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
આ પ્રસંગે પાટણ જિલ્લાની વિકાસ વાટિકાનું પણ મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી, જિલ્લા આયોજન વિભાગ અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જિલ્લાની વિકાસગાથાઓને વર્ણવતી વિકાસ વાટિકા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત, આ પ્રસંગે ગ્રીમ્કોની સી. એસ.આર. ગ્રાન્ટમાંથી સગર્ભા બહેનોને બેબી કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને સ્વાગત પ્રવચન કરતા મુખ્યમંત્રી સહિત સૌ ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાના 71 જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા 74 જેટલા વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.