Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું ઉદ્દઘાટન કરશે

Live TV

X
  • રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું ઉદ્દઘાટન કરશે. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવ-2023 નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.

    ઉદ્દઘાટન સમારંભમાં ‘શક્તિરૂપેણ સંસ્થિતા’ની થીમ પર મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. નવરાત્રી મહોત્સવના મુખ્ય આકર્ષણ અંતર્ગત રાજ્યકક્ષાની ગરબા સ્પર્ધા 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 6 વાગ્યાથી શરૂ થશે. 

    આ ઉપરાંત 16 થી 23 ઓક્ટોબર સુધી દરરોજ સાંજે 9 થી 12 દરમિયાન પરંપરાગત શેરી ગરબાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શેરી ગરબામાં ભાગ લેવા માટે ખૈલેયાઓએ પરંપરાગત વસ્ત્રો પહેરવા જરૂરી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply