મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સી.એમ. રીલીફ ફંડમાં દાન સ્વીકારવાના ઓનલાઈન પોર્ટલનું લોન્ચિંગ કરાયું
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગર ખાતે રાહત ફંડમાં ડોનેશન ઓનલાઇન સ્વીકારવા માટે શરૂ કરવામાં આવેલા પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવેલા આ પોર્ટલ પર ઓનલાઇન લિંક ઉપર ક્લિક કરીને કોઈ પણ વ્યક્તિ મુખ્યમંત્રી રાહત નિધિમાં પોતાનો દાન-ફાળો આપી શકશે. આ લિંક પર ક્લિક કરવાથી સંબંધિત વ્યક્તિના મોબાઈલ નંબર પર ઓટીપી જનરેટ થશે અને દાન આપનાર વ્યક્તિ પોતાના નામ, સરનામા, પાનકાર્ડ, ઈ-મેઇલ આઇડી જેવી પ્રાથમિક વિગતો ભરીને સબમિટ કરવાની રહેશે. ત્યારબાદ પે-ડોનેશન પર ક્લિક કરીને અલગ-અલગ પેમેન્ટ મોડ, તમામ યુ.પી.આઈ પ્લેટફોર્મ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, ક્યુ.આર. કોડ જેવા માધ્યમથી સી.એમ. રીલીફ ફંડમાં ઓનલાઇન ડોનેશન આપી શકશે. આ પેમેન્ટ સક્સેસફુલ થયેથી દાન આપનાર વ્યક્તિને ઓટો જનરેટેડ ઇ-રીસીપ્ટ, ૮૦-જી સર્ટિફિકેટ અને મુખ્યમંત્રી દ્વારા અપાતો પ્રશંસાપત્ર ત્વરાએ મળી જશે. આ ઓનલાઇન ડોનેશન પોર્ટલ અને રીસીપ્ટનું ઓનલાઈન ડિજિટલાઇઝેશન પદ્ધતિ કાર્યરત થવાથી દાતાને તુરંત જ પેમેન્ટ રીસીપ્ટ અને સર્ટિફિકેટ મળી જશે અને જરૂર જણાયે ગમે ત્યારે મોબાઈલ નંબર લોગીનથી રીસીપ્ટ કે સર્ટિફિકેટ મેળવી પણ શકાશે.
