Skip to main content
Settings Settings for Dark

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના : SITએ 5000 પાનાનો તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ કર્યો રજૂ કર્યો

Live TV

X
  • મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઓક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં અનેક લોકો નદીમાં પડ્યા હતા. આ ઘટનામાં કુલ 130થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતું. ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષાકર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે. મોરબીમાં આ ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાની તપાસ માટે S.I.T.ની રચના કરવામાં આવી હતી. S.I.T.એ પોતાનો અંતિમ રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં આ દુર્ઘટના માટે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે. કંપનીના MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે અને દિપક પારેખ સહિતના આરોપીઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, દોષિતોને આકરી સજા કરવામાં આવે તેવી પીડિત પરિવારોની માગ છે. આ મામલે 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે. SITએ તપાસ રિપોર્ટ કોર્ટે સમક્ષ રજૂ કર્યો છે. રાજ્ય સરકારે SIT ટીમ બનાવી હતી, જેણે પોતાનો તપાસ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. જ્યારે આજે હાઈકોર્ટેમાં સુનાવણી હાથ ધરાશે. જ્યારે અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસા થયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply