મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન યોજનાનું કરશે ખાતમુહૂર્ત
Live TV
-
23 ગામોની 45 હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણીની જયારે 5,676 એકર વિસ્તારને સિંચાઈની સુવિધા મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરીગેશન યોજનાના લિંક-4ના રૂપિયા 181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. આ યોજના અન્વયે 4 લિંક પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના 115 જળાશયોમાં નર્મદા જળના સંગ્રહનું આયોજન છે.
લિંક-4 દ્વારા પાછલા 4 વર્ષમાં રાજકોટ જિલ્લાના જસદણ, વિંછીયા, ગોંડલ અને કોટડા સાંગાણી એમ 4 તાલુકાના 37 ગામોના 155 ચેકડેમ, 14 તળાવ અને 7 જળાશયમાં પાણીનો જથ્થો ફાળવવામાં આવેલો છે. જેના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓમાં સાડા 6 લાખ એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધામાં સુધારો થયો છે. આજે અંદાજે 73 કિલોમીટર લંબાઇના પાઇપલાઇન નેટવર્કથી 12 તળાવને જોડવામાં આવશે. એટલું જ નહિ, 23 જેટલા ગામોની 45 હજારથી વધુ જનસંખ્યાને પીવાનું પાણી અને 5,676 એકર વિસ્તારને સિંચાઈનું પાણી આ યોજના સંપન્ન થવાથી મળશે.
આ સાથે મુખ્યમંત્રી આજે નવનિર્મિત આઈ.ટી.આઈના નવા બસ મથકની વિકાસ ભેટ પણ આપશે. આ પ્રસંગે મંત્રી કુવરજી બાવળીયા, બલવંતસિંહ રાજપૂત, ભાનુ બાબરીયા તથા રાજ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે.
