Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ભવન ખાતે સાહિત્ય રચના શિબિરમાં શ્વેતા પટેલે ગુજરાતી ભાષાનું કર્યું પ્રતિનિધિત્વ

Live TV

X
  • રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સાહિત્ય રચના શિબિરમાં દેશના 75 યુવા લેખકો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંવાદ સાધ્યો હતો.

    દિલ્લીના રાષ્ટ્રપતિ ભવન ખાતે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સાહિત્ય રચના શિબિરમાં દેશના 75 યુવા લેખકો સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંવાદ સાધ્યો હતો. જેમાં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરતા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કમાલપુર ગામના વતની શ્વેતા પટેલે ભાગ લીધો હતો. 

    ગુજરાતી યુવા લેખિકા તરીકે પસંગી પામેલા શ્વેતા પટેલે દ્રૌપદી મુર્મુજી સાથે આઝાદીની લડતમાં પોતાના પ્રાણોની આહૂતી આપનાર વિજયનગર તાલુકાના પાલ દઢવાવના આદિવાસીઓની શૂરવીરતા રજૂ કરતુ “ગોઝારો ઢેખાળીયો કૂવો-દઢવાવ” પુસ્તક અંગે સંવાદ કર્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે,  દિલ્હીમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય અને નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા વિશ્વ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સાથે જ પી.એમ યુવા મેન્ટરશીપ યોજના -1 અને 2 માં પસંદગી પામેલા યુવા લેખકોનું સંમેલન અને કલા સાહિત્ય રચના શિબિરનું આયોજન રાષ્ટ્રપતિ ભવન ખાતે કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply