મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 8 મહાનગરપાલિકાઓ-વિવિધ નગરપાલિકાઓને રૂ. 2084 કરોડના ચેક વિકાસ કામો માટે અર્પણ કર્યા
Live TV
-
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં મહાનગરો, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોને વિકાસ કામો માટેના ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં અમદાવાદ મહાનગરપાલિકાને રૂ. 735 કરોડ, સુરતને રૂ. 569 કરોડ, વડોદરાને રૂ. 172 કરોડ, રાજકોટને રૂ.135 કરોડ તથા જામનગરને રૂ.109 કરોડ તેમજ ગાંધીનગરને રૂ. 37 કરોડ, ભાવનગરને રૂ. 94 કરોડ તથા જૂનાગઢ મહાનગરપાલિકાને રૂ. 31 કરોડ મળી 8 મહાનગરોને કુલ રૂ. 1882 કરોડ વિવિધ વિકાસ કામો માટે આપવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, ‘અ’ વર્ગની નગરપાલિકાઓને 44 કરોડ, ‘બ’ વર્ગને 36 કરોડ તથા ‘ક’ વર્ગને પણ 36 કરોડ તેમજ ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને રૂ. 17 કરોડ મળી સમગ્રતયા 2084 કરોડ રૂપિયાની રકમ એક જ દિવસમાં એક સાથે અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા નગરો-મહાનગરોમાં સુખ સુવિધા, વૃદ્ધિના કામો સાથે સ્વચ્છતાનો ચુસ્ત આગ્રહ પ્રધાનમંત્રીએ રાખ્યો છે ત્યારે સ્થાનિક સત્તાતંત્રો પોતાના નગર-મહાનગરમાં સ્વચ્છતા માટે સતત કાર્યરત રહે તે જરૂરી છે.