મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે જોડાયેલા લોકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમંથી સંવાદ કર્યો
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત મંગળવારે રાજ્યના ખેડા, અમદાવાદ, ભાવનગર અને વડોદરા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાયેલી યાત્રામાં ઉપસ્થિત ગ્રામજનો તથા યાત્રાના રથના સારથિઓ અને યોજનાકીય લાભોની માહિતી લોકો સુધી પહોંચાડનારા યાત્રાના ફિલ્ડ સ્ટાફના કર્મયોગીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ, પ્રજાજનો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના ત્રિવેણી સંગમના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને જ્વલંત સફળતા મળી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.
આ સંદર્ભે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, દેશના ગામડાઓમાં વસનારા છેવાડાના માનવીને પણ તેને મળવાપાત્ર યોજનાકીય લાભ પહોંચાડવાની સાથે ગ્રામ્યસ્તર સુધી સરકારને લઈ જવાનોપ્રધાનમંત્રીનો નવતર વિચાર આયોજનબદ્ધ રીતે પાર પડી રહ્યો છે.
મુખ્યમંત્રીએ જે લોકોએ આવા લાભ મેળવ્યા છે, તેમને અનુરોધ પણ કર્યો કે તેમની આસપાસના જે લોકો લાભ લેવાથી વંચિત રહ્યા છે તેમને પણ કલ્યાણ યોજનાઓનો લાભ અપાવે અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય મેળવે.
ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં પહોંચેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથના ચાલક સાથે તેમને યાત્રા દરમિયાન થયેલા અનુભવો, યોજનાઓ વિશે જાણવા સમજવાની લોકોની ઉત્સુકતા અંગે તથા દોઢ-બે મહિનાથી પોતાના ઘર-પરિવારથી દૂર રહી ગામડાઓ ખૂંદતા આ સારથીની સેવાપરાયણતા અંગે લાગણીસભર સંવાદ કર્યો હતો. ખેડૂતોને ડ્રોન ટેક્નોલોજીથી દવા છંટકાવનું નિદર્શન આપતા ડ્રોન ઓપરેટર પાસેથી ગ્રામીણ ખેડૂતો દ્વારા થતા અનુભવો અંગેની માહિતી પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.