મુખ્યમંત્રી : વાઇબ્રન્ટ ગુજરાત 2019માં ધોલેરા SIR વૈશ્વિક રોકાણકારો માટે રોકાણના સ્થળ તરીકે દર્શાવાશે
Live TV
-
ધોલેરા - ખંભાતની અખાતમાં આવેલું એક પ્રાચીન બંદર- અમદાવાદ જિલ્લામાં એક વિશિષ્ટ રોકાણ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય સ્માર્ટ સિટી તરીકે વિકસિત થઈ રહ્યું છે
ધોલેરા - ખંભાતની અખાતમાં આવેલું એક પ્રાચીન બંદર- અમદાવાદ જિલ્લામાં એક વિશિષ્ટ રોકાણ ક્ષેત્ર અને આંતરરાષ્ટ્રીય સ્માર્ટ સિટી તરીકે વિકસિત થઈ રહ્યું છે, તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 માં વૈશ્વિક રોકાણકારો માટે રોકાણના સ્થળ તરીકે દર્શાવવામાં આવશે.
ધોલેરા એસઆઈઆરમાં 20 એમએલડી કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) અને 13.5 કિ.મી.ની પાણીની પાઇપલાઇનના ગ્રાઉન્ડબ્રેકિંગ, તો કોમનફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (સીઇટીપી) ની કિંમત રૂ. 160 કરોડની હશે, જ્યારે પીપળી-ધોલેરા પાઇપલાઇનનો રૂ. 29 કરોડનો ખર્ચ થશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોલેરા એસ.આઇ.આર.માં સ્માર્ટ સીટીમાં કોમન એફલુયન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ - પીપળી-ધોલેરા વચ્ચેની જળ પરિવહન પાઇપ લાઇનના પ્રોજેકટનો શિલાન્યાસ કર્યો, જે ધોલેરાને વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સીટી બનાવવાના તરફ વધુ એક પગલાં સમાન છે.