મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં ચાર દિવસીય ડિફેન્સ યુથ ફિએસ્ટાનો શુભારંભ કરાવ્યો
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસકોર્સ ખાતે આયોજિત ચાર દિવસીય ડિફેન્સ યુથ ફિએસ્ટાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. અને જે સંસ્થાઓ સૈનિક શાળાઓ માટે મંજૂરી માંગે તેને સરકાર પરવાનગી આપવા તૈયાર છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા 500 જેટલા પ્રોજેક્ટસનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ શસ્ત્ર પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. આ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા.
