Skip to main content
Settings Settings for Dark

રાજપીપળા ખાતે પી.એમ.કિસાન સમ્માન નિધી યોજનાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં આજે રાજપીપળા ખાતે પી.એમ.કિસાન સમ્માન નિધી યોજનાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો. જેમાં મંત્રી ઇશ્વરભાઇ પરમાર અને ઉપસ્થિત મહાનુભાવનોના હસ્તે જિલ્લાના ઓનલાઇન નોંધાયેલી એન્ટ્રીઓ અંર્તગત 56 હજાર 97 જેટલા લાભાર્થી ખેડૂતને આ યોજના અંતર્ગત બે હજાર નો પ્રથમ હપ્તો આજે તેમના બેન્ક ખાતા માં જમા કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાના ગામકૂવા ગામ ના સુરેશભાઈ વસાવા કે જેઓ સીમાંત ખેડૂત છે અને માત્ર દોઢ એકર જમીન માં કપાસ અને શાકભાજી ની ખેતી કરે છે તેઓ ગુજરાત ના લાભાર્થી તરીકે ઉપસ્થિત હતા અને તેઓને વડાપ્રધાનના હસ્તે આ યોજનાનું સર્ટિફિકેટ એનાયત થયું હતું. નર્મદા જિલ્લાના કુલ 56 હજાર 97 ખેડૂતોને આ યોજના અન્વયે પ્રથમ 2000 નો હપ્તો જમા થતા ખેડૂતોમાં હર્ષ ની લાગણી છવાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply