મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના હસ્તે રાજ્યમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનો પ્રારંભ
Live TV
-
આજનો દિવસ ભારતીય પોસ્ટ માટે ઐતિહાસીક દિવસ છે. આજ પછી ભારતીય પોસ્ટ ઓફિસ બેંક સમાન કામ કરશે.નવી દિલ્લી ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત કરી તો મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કનો રાજ્યમાં પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યકત કર્યો કે આ સેવાઓ દેશની આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે સાથે વચેટીયાગીરીનો અંત આવશે.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર દુર કરવામાં આ સેવા મહત્વની બનશે કેમ કે હવે સરકારી યોજનાઓનો લાભ, સીધો જ લાભાર્થીના પોસ્ટ બેન્ક ખાતામાં જમા થશે. જેના કારણે વચેટીયાઓ આપોઆપ નાબુદ થશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આ સેવાઓ ભારતની આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે તેમજ સ્વચ્છ ઇકોનોમી માટે આ સુવિધાઓ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રો-પીપલ ગુડ ગવર્નન્સની આગવી પહેલ છે. આ અવસરે કેન્દ્રીય કૃષિકલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા અને સાંસદ ડૉ. કિરીટ સોલંકી જોડાયા હતા.