ખેડૂતો ખેતીની સાથે મધમાખી ઉછેર કરી શકે તે માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન
Live TV
-
સેલવાસ ખેતીવાડી વિભાગ તરફથી આયોજિત આ શિબિરમાં ૧૬૦૦ જેટલા ખેડૂતોને આવરી લેવાયા છે
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના ખેડૂતો ખેતીની સાથે મધમાખી ઉછેર કરી શકે તે માટે પ્રશિક્ષણ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસ ખેતીવાડી વિભાગ તરફથી આયોજિત આ શિબિરમાં ૧૬૦૦ જેટલા ખેડૂતોને આવરી લેવાયા છે. જેમને તાલીમ આપ્યા બાદ મધમાખી ઉત્પાદન માટે જરૂરી કીટ આપવામાં આવશે. પ્રશિક્ષણ કાર્યક્રમમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને મધમાખી ઉછેર માટે કટિબદ્ધતા દર્શાવી હતી.