મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાહોદથી 'ગુજરાત પોષણ અભિયાન 2020-22'નો આરંભ કર્યો
Live TV
-
ગુજરાતના બાળકો પોષણયુક્ત બને તે માટેનું અભૂતપૂર્વ અભિયાન એટલે પોષણ અભિયાન. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદથીપોષણ અભિયાનનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. દાહોદ નગરમાં ઝાલોદ રોડ સ્થિત નવજીવન કોલેજના પ્રાંગણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાહોદ જિલ્લામાં રેડ ઝોનમાં રહેલા ૪૦૦૦ થી વધુ બાળકોને સમાજિક ભાગીદારીથી પોષક વાલી આપવામાં આવ્યા હતા. સરકારી અધિકારીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ ૧૦૪૭ પાલક વાલી બન્યા હતા. આ પાલક વાલીઓ પોષણની દ્રષ્ટિથી બાળકોનું સતત મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારની આરોગ્ય અને પોષણને લગતી યોજનાના ખરા અર્થમાં સંવાહક એવી આંગણવાડીની યશોદા માતાઓ, પૂર્ણા સખી, પૂર્ણા સહસખી સહિત આરોગ્ય વિભાગની મહિલાઓને આ પોષણ અભિયાન અંગે મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યુ હતું. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ દાહોદ જિલ્લાની સુરક્ષા સવલતોમાં વધારો કરતા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ પણ કર્યુ હતુ.
