Skip to main content
Settings Settings for Dark

મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલા ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

Live TV

X
  • મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલા ઉત્તરાર્ધ મહોત્સવ 2020નો ગઈકાલે બીજો અને અંતિમ દિવસ હતો. પ્રાચીન સંસ્કૃતિમાં સૂર્યદેવતાની પૂજા અર્ચના માટે જે સ્વતંત્ર મંદિરોનું નિર્માણ થતુ હતું તેમાં ગુજરાતમાં સોલંકી યુગમાં ઇ.સ.૧૦૨૬માં મોઢેરામાં આ સૂર્યમંદિર રેતીયા પથ્થર પર નિર્માણ પામેલુ છે. ગઈકાલે પણ સૂર્યદેવ ની આરાધનામાં ભરતનાટ્યમ , ગણેશ વંદના, સૂર્યવંદના સહિતના નૃત્યોની રજુઆત કરાઈ હતી. આ નૃત્યોત્સવના બીજા દિવસે ગૌરવ પુરસ્કૃત કલાગુરૂ શીતલ મકવાણાની ગણેશ વંદના, પૂર્ણિમા અશોકે ભરત નાટ્યમ્, વૈશાલી ત્રિવેદીએ કથ્થક, જયપ્રભા મેનને મોહિની અટ્ટમ, સપના શાહે ભરત નાટયમ્, અલોકા કાનુંગોએ ઓડીસી અને દેવેન્દ્ર મંગલમુખીએ કથ્થક લખનઉ ઘરાના નૃત્ય રજૂ કરી શાસ્ત્રીય નૃત્ય કલાનું રસપાન કરાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply