Skip to main content
Settings Settings for Dark

જાહેસ હિસાબ સમિતિએ હીરણ-2 ડેમના સાઈટની મુલાકાત લીધી

Live TV

X
  • ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પૂંજાભાઈ વંશના નેતૃત્વ હેઠળ સમિતિના સભ્યોએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે હીરણ-2 ડેમ ના સાઈટ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે પાણીની વ્યવસ્થા, ખેડૂતોને સિંચાઈ માટે પાણી, ઉદ્યોગોને મળતું પાણી વગેરે બાબતે જીલ્લા કલેક્ટર અને સ્થાનિક સીંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. આ ઉપરાંત, સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવેલ સમ્પની મંજૂરી સામે કૂવો, ડેમના સિપેજ વિસ્તારમાંથી પાણી નો બેફામ ઉપાડ છતાં સિંચાઈ વિભાગને રૂ. 268 કરોડનું પાણી બિલ ચુકવવામાં ઢીલ, રેયોન કંપનીની સ્થળ પર પેશકદમી સામે આવી હતી. સમિતિ આ તમામ બાબતોની નોંધ સાથે રાજ્ય સરકારને અહેવાલ સુપ્રત કરશે. સમિતિ દ્વારા સિંચાઈ વિભાગ, મહેસૂલ વિભાગ, જીલ્લા વહીવટીતંત્ર અને સંબંધિત તંત્ર વચ્ચે સંકલન રહે તેમજ રેકર્ડ પ્રમાણે અયોગ્ય બાબત જણાય તો તે સુધારીને જાહેર હિતમાં કાર્યવાહી માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply