Dang : આહવા ખાતે ડાંગ જિલ્લા કલા મહાકુંભ 2020નો થયો આરંભ
Live TV
-
ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ જિલ્લા કલા મહાકુંભ 2020નો આરંભ થયો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે વઢવાણિયા, જિલ્લા શિક્ષણઅધિકારી શ્રી એમ.સી.ભૂસારા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડાંગ જિલ્લા અને તાલુકા કક્ષાએથી 4 હજાર 333 એન્ટ્રીઓનુ રજીસ્ટ્રેશન થયુ છે. જેમાં ડાંગના ત્રણ તાલુકાઓમાંથી વિજેતા થયેલા અંદાજે 600 જેટલા વિજેતાઓ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઇ રહ્યા છે. તે ઉપરાંત જિલ્લા કક્ષાની 9 સ્પર્ધાઓના 100 જેટલા કલાકારો મળીને બે દિવસમાં 700 કલાકારો સ્પર્ધામાં ભાગ લેશે.
#KalaMahakumbh2020 #KalaMahakumbh
