મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક
Live TV
-
આજ રોજ મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં વર્તમાન સમયમાં કોરોના અને વેક્સિનેશનની સ્થિતિ તેમજ શાળાઓમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવા તેમજ ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા ઉજવણી સહિતના તમામ મુદ્દે ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં રાજ્યનાં ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારના ઓગસ્ટ માસમાં 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ત્યારે 5 વર્ષમાં લોકોની જનભાગીદારી જન ઉપયોગી કાર્યોને વધુ સક્રિય બનાવવા 1 થી 9 ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમો કોરોના ગાઇડ લાઇન સાથે યોજાશે. જેમાં મહિલાઓ માટે નારી ગૌરવ દિવસ,આદિવાસી દિવસ, જ્ઞાન દિવસ જેવા વિવિધ દિવસોની પણ ઉજવણી કરવામાં આવશે
