Skip to main content
Settings Settings for Dark

66મું રેલવે સપ્તાહ: અમદાવાદ મંડળના અધિકારીઓ અને રેલ કર્મચારીઓનું સન્માન

Live TV

X
  • 66 મા રેલવે સપ્તાહ દરમિયાન મુંબઇમાં આયોજિત એક કાર્યક્રમમાં પશ્ચિમ  રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા અમદાવાદ મંડળના 08 અધિકારીઓ અને 15 રેલ કર્મચારીઓને પ્રશસ્તિ પત્રો, મેડલ અને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદ મંડળના ડીઆરએમ દિપક કુમાર ઝાએ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ પ્રકારનું સ્તર જાળવવા પ્રેરણા આપી હતી.
    આ વર્ષે અમદાવાદ મંડળને સિવિલ એન્જિનિયરિંગ, એનર્જી એફિશિયન્સી, સેફ્ટી એન્વાયરમેન્ટ અને હાઉસકીપિંગ ટ્રોફી જીતવાનો અવસર મળ્યો છે. મંડળને ઓપરેટિંગ વિભાગની શિલ્ડ રાજકોટ મંડળની સાથે તથા સ્ક્રેપ મોબિલાઇસિંગ વડોદરા મંડળની સાથે સંયુક્ત રીતે મળી છે. અધિકારીઓમાં સહાયક વાણિજ્ય પ્રબંધક અતુલ ત્રિપાઠી, કોચિંગ ડેપો અધિકારી દીપક ગુપ્તા, ડિવિઝન ઇલેક્ટ્રિકલ ઇજનેર મીઠા લાલ મીના, ડૉ.વિજયભાઇ આર. દેસાઇ, સ્ટેશન ડિરેક્ટર સી.આર.ગરૂડા, વરિષ્ઠ કાર્મિક અધિકારી સુનિલ બિશ્નોઇ, સિનિયર ડિવિઝનલ મટિરીયલ મેનેજર નાગેશ કુમાર ત્રિપાઠી, અને ડેપ્યુટી ચીફ ઇજનેર (નિર્માણ) અનંતકુમારનો સમાવેશ થાય છે.
    આ ઉપરાંત, રેલવે કર્મચારીઓમાં લેખા વિભાગના હિતેશ પંડ્યા, વાણિજ્ય વિભાગના નીરજ મહેતા, ઇલેક્ટ્રિક વિભાગના એસ.એસ. રાઠોડ, રાજીવ લાઠીયા, એન્જિનિયરિંગ વિભાગના કૃષ્ણ નંદસિંહ, પ્રાચી ગુપ્તા, હરિ ગોવિંદ, હજારી લાલ જાટવ, મિકેનિકલ વિભાગના અમિત અગ્રવાલ અને વિવેક એલ. કુલકર્ણી, ઓપરેટિંગના શ્રી ઓઝિફ હવેલી વાલા, કમલ કુમાર સિંહ, વિજય કુમાર, સ્ટોર્સ વિભાગના જીતેન્દ્રકુમાર અને નિર્માણ વિભાગના  સંતોષ જાયસવાલનું પણ જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply