Skip to main content
Settings Settings for Dark

ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામમાં સંકટમાં ફસાયેલા 12 ક્રૂ સભ્યોને બચાવ્યા

Live TV

X
  • ભારતીય તટરક્ષક દળે ગુજરાતના ઉમરગામ ખાતે સંકટમાં ફસાયેલા ક્રૂ મેમ્બરને બચાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. આઇસીજીના એમવી હર્મીઝ દ્વારા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફસાયેલા તમામ 12 ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે. ખરાબ હવામાન વચ્ચે વીજળી ન હોવાને કારણે એમવી કંચન જહાજ ફસાયું હતું. સહાય માટે વધુ આઈસીજી જહાજોને તૈનાત કરવામાં આવ્યા હતા.
    ભારતીય તટરક્ષક દળે 21 જુલાઈ, 2021ના રોજ ગુજરાતના ઉમરગામમાં ફસાયેલા મોટર વેસેલ (MV) કંચનના તમામ 12 ક્રૂને બચાવવામાં આવ્યા. મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (MRCC) મુંબઇને 21 મી જુલાઈ, 2021ના ​​બપોરે ડી.જી. કમ્યુનિકેશન સેન્ટર, મુંબઇ પાસેથી માહિતી મળી કે એમવી કંચન બળતણ દૂષિત થવાને કારણે ફસાયેલું છે, જેના કારણે એન્જિન કામ નથી કરી રહ્યું અને ખરાબ હવામાનની સ્થિતિને લીધે ત્યાં કોઈ વીજળી નથી. મોડી સાંજે જહાજના માલિકે જાણ કરી કે એમવી કંચન, સ્ટીલના કોઇલને કાર્ગો તરીકે લઈ જઈ રહ્યું હતું, એન્કર નીચે ઉતરી ગયું અને સ્ટારબોર્ડ (જમણી બાજુ) તરફ ઝુકી રહ્યું હતું.
    એમઆરસીસી મુંબઇએ તુરંત જ ઇન્ટરનેશનલ સેફ્ટી નેટ (ISN) ને સક્રિય કર્યું અને એમવી હર્મીઝ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ડી.જી. શિપિંગ, મુંબઇ દ્વારા ફસાયેલા જહાજને મદદ કરવા માટે ઇમર્જન્સી ટોઈંગ વેસલ (ETV) વોટર લિલી પણ ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, વહાણના માલિકો દ્વારા વહાણને સહાય આપવા માટે બે ટગ ગોઠવવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply