મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું ઉદ્દઘાટન કર્યું
Live TV
-
મેયર ગૌતમ શાહ સહિતના મહાનુભાવોએ આપી હાજરી
અમદાવાદ શહેર સ્માર્ટ સીટી ઘોષિત થયા બાદ સતત સ્માર્ટ બનવા તરફ જઇ રહ્યું છે. શહેરીજનોની સુખાકારી અને સુરક્ષા માટે આજે રીયલ ટાઇમ ડેટાથી મોનીટરીંગ થઇ શકે તેવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રુમનું ઉદ્ધાટન મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીના હસ્તે થયું, સાથે અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી કિરીટ સોલંકી અને મેયર ગૌતમ શાહ ઉપસ્થિત રહ્યા હતા.શહેરમાં સેંકડો કેમેરા અને સેન્સર્સ દ્વારા પાયાની સુવિધાઓનું સતત મોનીટરીંગ કોઇ પણ પ્રકારની ભુલોને સુધારશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરશે.ઉચ્ચ ટેક્નોલોજીના ઉપયોગ અને કમ્પ્યુટરની મદદથી નાગરિક સુવિધાઓમાં પારદર્શિતા વઘશે જેને શહેરીજનો પણ વખાણી રહ્યા છે.ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવામાં આ કન્ટ્રોલ રુમ પોલીસ વિભાગ સાથે તાલ મિલાવીને ઇ મેમો પણ આપશે તેમજ સીસીટીવી સર્વેલન્સ દ્વારા બી.આર.ટી.એસ.ની બસોને સમયબધ્ધ કરશે તથા મહિલાઓની સિક્યોરીટીને પણ સુનિશ્ચિત કરશે.