અમદાવાદ-એટીએમમાં કેશ ભરવા આવેલી વાનના ડ્રાઈવરે 98 લાખની ચલાવી લૂંટ
Live TV
-
વસ્ત્રાપુર , ક્રાઈમ બ્રાંચ પોલીસ કરી રહી છે તપાસ
અમદાવાદ શહેરના ભરચક રહેતા એસ.જી. હાઇવે પરથી 98 લાખ રકમની લૂંટનો ઘટના બની છે. કેશવાનનો ડ્રાઇવર ગનમેનને બેભાન કરી માતબર રકમ લઇ ફરાર થઈ ગયો હતો.કેશ વેનનો ડ્રાઇવર શૈલેષ વાઘેલા ગનમેનને બેભાન કરી કેશ લઇ ફરાર થઇ જતાં વસ્ત્રાપુર પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ડ્રાઇવર વાડજ વિસ્તારની CMS INFO કંપનીમાંથી કુલ બે કરોડ સાત હજાર લઇને શહેરના અલગ અલગ atmમા કેશ લોડ કરવા ગનમેન અને બે ટેક્નિકલ માણસને લઇ નીકળયા હતાં. લગભગ 11 જેટલા એટીએમમાં રૂપિયા લોડ કરવાના હતા. જેમા એક કરોડ 10 હજાર રૂપિયા ભર્યા હતાં.રાજપથ કલબ પાસે આવેલ એચડીએફસીના એટીએમમા રૂપિયા લોડ કરતા પહેલા 98 લાખ રૂપિયા કેશવાન ડ્રાઇવર સહિત અન્ય શખ્સો પ્લાન કરી ફરાર થઈ ગયા હતાં. જ્યારે સાંજના સમયે બની હતી એની પહેલા ડ્રાઇવર સેટેલાઇટ વિસ્તારમાં ગેનમેન અને કેશ લોર્ડ કરનાર બે જણાને ચામાં કેફી પીણું પીવડાવ્યુ હતું, જેથી તેઓ બેભાન થઈ ગયા હતાં.ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી અને આરોપીને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.