મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાહોદ ખાતે નવનિર્મિત હોલનું લોકાર્પણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાહોદમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય કલા મેળાનું પણ ઉદ્ધાટન કર્યું હતું
મુખ્યમંત્રી વિજય રૂપાણી દાહોદની મુલાકાતે છે. સવારે તેમનું દાહોદ ખાતે આગમન થતા જ દાહોદ હેલીપેડથી સીધા તેઓએ દાહોદ નગરના સીટી ગ્રાઉન્ડ નજીક આદિજાતિ કલ્ચરલ કમ કોમ્યુનિટી હોલ પહોચ્યા હતા. જ્યાં તેમણે નવનિર્મિત હોલનું લોકાર્પણ કર્યું હતું. અહીં સીએમનું આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે સન્માન કરવામાં આવ્યુ હતું.ત્યાંથી મુખ્યમંત્રી દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે આંતરરાષ્ટ્રીય કલા મેળાનું ઉદ્ધાટન કર્યું હતું. આ કોલેજના ગ્રાઉન્ડ ઉપર તેમની જાહેર સભાનું આયોજન પણ કરાયું હતું. તેમના આગમન ટાણે દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો સહિત મોટી સંખ્યામાં દાહોદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
