Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યુવા મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશભરની કૃષિ યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થીઓને કૃષિક્ષેત્રે નવા સંશોધન અને પોતાની આગવી સુઝ તેમજ ઈનોવેશનથી એગ્રીકલ્ચરમાં સ્ટાર્ટ અપ કલ્ચર પ્રત્યે પ્રેરિત થવા આહવાન કર્યું

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશભરની કૃષિ યુનિવર્સિટીના યુવાન વિદ્યાર્થીઓને કૃષિક્ષેત્રે નવા સંશોધન અને પોતાની આગવી સુઝ તેમજ ઈનોવેશનથી એગ્રીકલ્ચરમાં સ્ટાર્ટ અપ કલ્ચર પ્રત્યે પ્રેરિત થવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાઈ રહેલા યુવા મહોત્સવનો પ્રારંભ કરાવતા સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, કૃષિ પ્રધાન દેશમાં સમયાનુકૂલ ટેકનોલોજી અને નવા ઈનોવેશન્સથી ખેતી ઉત્પાદન વધારવા અને આત્મનિર્ભર થવાનો સમય છે. કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ સ્ટાર્ટ અપ થકી વિકાસ અને વ્યવસાય બંને અવસર પ્રાપ્ત કરી શકે છે. તેમણે ગુજરાતમાં વર્ષ 2020 સુધીમાં બે હજાર સ્ટાર્ટ અપ તૈયાર કરવાની ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા પ્રધાનમંત્રીના સંકલ્પમાં યોગદાન આપવા કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply