ગાંધીનગરમાં જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને ક્લસ્ટર સંમેલન
Live TV
-
આગામી 2019 ની લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ દ્રારા પચાર કાર્ય વેગ પકડતું જાય છે જેનાં ભાગ રૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈની ઉપસ્થિતિમાં રાજ્યની તમામ લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી નાં નવ ક્લસ્ટર સંમેલન યોજાશે.
આગામી 2019 ની લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ દ્રારા પચાર કાર્ય વેગ પકડતું જાય છે જેનાં ભાગ રૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈની ઉપસ્થિતિમાં રાજ્યની તમામ લોકસભા બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી નાં નવ ક્લસ્ટર સંમેલન યોજાશે.જેમાંનું પ્રથમ કલસ્ટર સંમેલન ગાંધીનગર સેકટર 16 ખાતે 4 લોકસભા બેઠક માટે શક્તિ સંમેલન યોજાયું હતું. જેમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ , અમદાવાદ પ્રશ્ચિમ અને સાબરકાંઠા બેઠકો માટે એક બાર ફિર મોદી સરકાર અને સૌનો સાથ સૌનો વિકાસ ના સૂત્ર સાથે આ સંમેલન યોજાયું હતું.મારું બુથ મજબૂત બુથ સૂત્ર પ્રધાનમંત્રી મોદીએ આપ્યુ છે. જેને ચરિતાર્થ કરવા માટે તમામને કામે લાગી જવા માટે અપીલ કરવામાં આવી હતી.જીતુ વાઘાણીએ જણાવ્યું હતુંકે આગામી લોકસભાના ચૂંટણી પ્રચારની કામગીરી ની શરૂઆત ગુજરાતમાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવશે. ગાંધીનગર ખાતે યોજાયેલું ક્લસ્ટર સંમેલન આગામી સમયમાં અન્ય સ્થળોએ યોજાશે આ સંમેલન દ્વારા રાજ્યની લોકસભાની તમામ 26 બેઠકોને આવરી લેવામાં આવશે.
