Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીએ 25 જેટલા યુવક-યુવતીઓ સાથે સૌજન્ય મુલાકાત કરી

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર ખાતે  પશ્ચિમ બંગાળના કલકત્તા અને હાવરાના 25 જેટલા મૂળ ગુજરાતી યુવક-યુવતિઓ સાથે  ગઈ કાલે સૌજ્ન્ય મૂલાકાત કરી હતી. રાજ્ય સરકારે અન્ય રાજ્યોમાં વસતા બિન-નિવાસી ગુજરાતીઓ અને તેમાં પણ ખાસ કરીને યુવા પેઢીના લોકોનો માદરે વતન સાથે સબંઘ સુદ્રઢ થાય તે આશાથી વર્ષ 2018 થી  ગુજરાત પરિભ્રમણ યોજના શરૂ કરી છે. જે અંતર્ગત 4 ફેબ્રુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી  25 યુવક-યુવતિઓ ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ  આ યુવાઓના અભ્યાસ પારિવારિક પરિચય  અને રસના ક્ષેત્રો વિશે  સહજ સંવાદ કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીએ આ યુવાઓને  દેશની એકતાના પ્રતિક સમાન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધી આશ્રમ, બનાસકાંઠા સરહદે સીમા દર્શન, કચ્છનું સફેદ રણ, સિંહના ગીર જેવા મહત્વપૂર્ણ સ્થાનોના યાત્રા-પ્રવાસથી, રાજ્યના વિકાસ અને વિરાસતનો, પ્રત્યક્ષ અનુભવ કરવા પ્રેરણા આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply