અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર ઘટયુ
Live TV
-
અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં ગઈ કાલે સવારથી એકાએક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર ઘટ્યું હોય તેમ નાગરિકોને ગરમીનો અનુભવ થયો હતો. બીજી તરફ મોટા ભાગના શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી ઉપર રહ્યું હતું. ખાસ કરીને રાજકોટ 14, કંડલા 14, જ્યારે ભુજ 13 અને સુરેન્દ્રનગરનું તાપમાન 16 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.
