Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં પાટીદાર મહિલાઓનું સંમેલન યોજાયું

Live TV

X
  • અમદાવાદ ખાતે પાટીદાર પરિવાર ટ્રસ્ટ દ્વારા મહિલાઓનું એક વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાતના પહેલા મહિલા પૂર્વ મુખ્યમંત્રી અને મધ્ય પ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ મહિલા સંમેલનમાં વિવિધ ક્ષેત્રોમાં આગવી સિદ્ધિ મેળવનાર પાટીદાર મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહિલાઓને શિલ્ડ અર્પણ કરી પાટીદાર મહિલા રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંબાજીના ચૂંદડીવાળા માતાજીએ ખાસ ઉપસ્થિત રહીને  પરિવાર અને બાળકોને નિર્વસની બનાવવા  મહિલાઓને અપીલ કરી હતી. સંમેલનમાં મહિલાઓમાં શિક્ષણ, એકતા અને સંગઠન દ્વારા બેટી બચાવો અને બેટી પઢાવોની  પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. મહિલા સશક્તિકરણ માટે  વર્તમાન સરકારે પણ પહેલ કરી છે. જેના ભાગરૂપે આ વર્ષે મહત્વમ મહિલાઓને પદ્મશ્રી, પદ્મવિભૂષ જેવા સન્માનિત એવોર્ડ આપી  કેન્દ્ર સરકારે તેમના યોગદાનને બિરદાવ્યું છે, તેમ ગર્વનર આનંદીબેન પટેલ જણાવ્યું હતું. આ પ્રસંગે જાણીતાં ટી.વી.આર્ટીસ્ટ મોરલી પટેલ, કર્ણાવતી કલબના ડાયરેકટર સિલ્વા પટેલ અને સામાજિક કાર્યકર અનાર પટેલ સહિતના મહિલાને સન્માનિત કરવામાં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply