Skip to main content
Settings Settings for Dark

રાજ્યોમાં સીઝનલ ફ્લુના કેસોમાં વધારો

Live TV

X
  • છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં સીઝનલ ફ્લુના કિસ્સા વધી રહ્યાં છે. જો કે આ મામલે રાજ્ય સરકાર જાગૃત છે અને ફ્લુને ડામવા તંત્ર સજ્જ છે. એપેડેમીક શાખા દ્વારા તાજેતરમાં એક યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 27, વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 11, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 4 , ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં 3, કચ્છ, ભાવનગર, અમરેલી , સાબરકાંઠા અને સુરેન્દ્રનગર ખાતે બે-બે, જ્યારે રાજકોટ, બનાસકાંઠા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, બોટાદ, મોરબી, જામનગર, ભરૂચ અને પંચમહાલ ખાતે એક એક કેસ નોંધાયા છે. તાજેતરમાં બનાસકાંઠામાં એક અને પોરબંદરમાં એક વ્યક્તિનું મોત થયું છે. એક જાન્યુઆરી 2019 સુધીમાં કુલ 898 સીઝનલ ફ્લુના પોઝેટીવ કેસ નોંધાય હતા. જેમાંથી 519 લોકો સારવાર બાદ સ્વસ્થ થયાં હતાં. જો કે હાલ 336 લોકો  સારવાર હેઠળ છે. સીઝનલ ફ્લુની સારવાર દરમિયાન રાજ્યમાં કુલ 43 લોકોનાં મોત નિપજ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply