ડાંગમાં 30 માં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ
Live TV
-
ડાંગ જિલ્લામાં 30મા માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે વઘઈ ખાતે જિલ્લા કલેક્ટર બી. કુમારે જણાવ્યું હતું કે અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણોમાં પેસેન્જર વાહનોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જરોના કરાતા અનધિકૃત વાહન સીટ બેલ્ટ અને હેલમેટનો ઉપયોગ ન કરવો, ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરવો, વગેરેનો સમાવેશ થાય છે. ડાંગના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે વ્યસન કરીને વાહન હંકારતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે શેહશરમ રાખ્યા વિના લાલ આંખ કરવાની અપીલ કરી હતી.
