અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ
Live TV
-
ત્રીસમા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા માર્ગ સલામતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રાફિક બ્રિગેડ, ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓના કર્મચારીઓ જોડાયા હતા. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે હેતુથી મોડાસા આર્ટ્સ કૉલેજથી ચાર રસ્તા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલાં મોડાસાની જે. બી. શાહ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં બાળકોને ટ્રાફિકના નિયમોને લગતી વિવિધ જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ શહેરમાં રેલીનું આયોજન કરાયું હતું. ટ્રાફિક સિગ્નલ તેમજ ટ્રાફિકના નિયમો પાડવા સહિત હેલ્મેટ પહેરવા તેમજ ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવા જેવા બેનરો લઈને રેલીનું આયોજન કરાયું હતું.
