વડોદરા ખાતે પંડિત ઓમકારનાથ સંગીત સમારોહ યોજાયો
Live TV
-
વડોદરા ખાતે સંગીત નાટક અકાદમી તેમજ શ્રી કલા કેન્દ્ર આર્ટ એકેડમી ના સંયુક્ત ઉપક્રમે પંડિત ઓમકારનાથ સંગીત સમારોહ યોજાયો હતો. આ સમારોહમા બોલીવુડના જાણીતા ગાયક તેમજ શાસ્ત્રીય ગાયક સુરેશ વાડકર અને લાલિત્યા મુનશા, કૌશર હાજીના કંઠ્ય સંગીત ઉપરાંત ગજાનન સાળૂન્કેનું શહનાઇ વાદન પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રીવેદી, ધારાસભ્ય સીમા મોહીલે, જીતેન્દ્ર સુખડિયા, સંગીત નાટક અકાદમિના પ્રમુખ પંકજ ભટ્ટ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
