વિદ્યાનગર-મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયુ
Live TV
-
કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય દંડક પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા
રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગ તથા નોલેજ કોન્સોર્ટિયમ, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે વિદ્યાનગર ખાતે બે દિવસીય મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન થયું છે. કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય દંડક પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપનીઓના જોબ એપોઈન્ટમેન્ટ લેટર સુપ્રત કરાયા હતા. મધ્ય ગુજરાત ઝોનમાં વિદ્યાનગર ખાતે યોજાયેલા બે દિવસીય પ્લેસમેન્ટ કેમ્પમાં 60 થી વધુ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ ભાગ લઈ રહી છે. 14 જેટલી કોલેજના 3000 થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવ્યા બાદ કેમ્પનું આયોજન થયું હતું. પ્લેસમેન્ટ કેમ્પમાં પહેલીવાર બિન ટેકનીકલ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ઓર્ડર અપાયા હતા. ટેકનીકલ શિક્ષણના કમિશનર અવંતિકાસિંહ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા
