મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવ્યા
Live TV
-
પોલિયો મુક્ત ભારત પોલિયો મુક્ત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પલ્સ પોલિય અભિયાનની શરૂઆત
પોલિયો મુક્ત ભારત પોલિયો મુક્ત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પલ્સ પોલિય અભિયાનની શરૂઆત કરાવી છે. ગાંધીનગરના મંત્રીમંડળના નિવાસ સંકુલમાં કમ્યુનિટી સેન્ટર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂલંકાઓને પોલિયો રસીના બે ટીપાં પીવડાવીને રાજ્યમાં પોલીયો અભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાની અને આરોગ્ય કમિશનર ડૉ. જયંતિ રવિ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. આ રસીકરણ અભિયાનમાં રાજ્યના પાંચ વર્ષ સુધીની વયના 84 લાખ બાળકોને આવરી લેવાશે. આ માટે રાજ્યમાં 38,000 થી વધુ બૂથ ઉભા કરવામાં આવ્યા છે. 74, 648 રસીકરણ ટીમ અને 1,58,861 કર્મયોગીઓ આ સેવા અભિયાનમાં જોડાયા છે. પાંચ વર્ષ સુધીનું એક પણ બાળક પોલિયોના ટીપાથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગના સઘન આયોજનની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી. તેમણે ગુજરાતને પોલિયો મુક્ત કરવા સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.