GCMMFના ચેરમેન પદે ચૂંટાયા રામસિંહ પરમાર, જેઠા ભરવાડ ઉપપ્રમુખ
Live TV
-
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડેરેશન (GCMMF)ના ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે. ચેરમને પદે રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન પદે જેઠા ભાઈ ભરવાડની નિમણૂંક કરવાની દરખાસ્ત પૂર્વ રાજ્યમંત્રી શંકર ભાઈ ચૌધરીએ રાખી હતી.
ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના પ્રમુખ તરીકે રામસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે તો ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ભરવાડની વરણી થઈ છે. ચૂંટણી પહેલા ડેરી સંઘના પ્રમુખની બેઠક યોજાઈ હતી જેમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મંત્રી ઈશ્વરભાઈ પટેલ હાજર રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહે જણાવ્યું કે, ફેડરેશનની પરંપરા મુજબ સર્વાનુમતે વરણી થઈ છે. સાથે જ જણાવ્યું કે, શંકર ચૌધરીએ પણ રામસિંહ પરમાર અને જેઠાભાઈ ભરવાડના નામની દરખાસ્ત મૂકી હતી.