મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર વિરોધી કામગીરી માટે એસીબીની પીઠ થપથપાવી
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ,આજે સોશિયલ મીડિયાના મારફતે ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચાર પર વાત કરતાં જનતા સાથે સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ,આજે સોશિયલ મીડિયાના મારફતે ભ્રષ્ટાચાર પર વાત કરતાં જણાવ્યુ કે ભ્રષ્ટાચાર પર અંકુશ માટે રાજ્ય સરકારે કમર કસી છે. અમારી સંવેદનશીલ સરકારે એસીબીને મજબૂત બનાવવા અનેક કોશિશ કરી છે, જેમાં એસીબીને સીબીઆઇ જેવા લીગલ એડવાઈજર આપ્યા છે. ટેકનૉલોજિના ઉપયોગ થી અમે પારદર્શિતા લાવવાની કોશિશ કરી છે. જેમ કે, ટેંડરિંગ, અટેંડન્સ અને ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર વડે પારદર્શિતા લાવવાની કોશિશ કરી છે.
