મેક ઇન ઇન્ડિયા હેઠળ ગુજરાતમાં બનેલી વજ્ર હોવિત્ઝર ટેન્ક રાષ્ટ્રને અર્પણ
Live TV
-
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહકહ્યું ભારત સંરક્ષણ ક્ષેત્રે આત્મ નિર્ભરતા તરફ વધી રહ્યું છે
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ,એલ એન્ડ ટી હજીરા સુરત ખાતે પહોંચ્યા હતા ,અને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ,હજીરા સ્થિત એલ એન્ડ ટીએ ,નિર્માણ કરેલી ,51મી કે-9 વજ્ર હોવિત્ઝર ટેન્ક ,રાષ્ટ્રને અર્પણ કરી હતી. આ પ્રસંગે ,રાજનાથસિંહે જણાવ્યું હતું ,કે, પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમ કૉમ્પલેક્સ ,નવા ભારતના નવા વિચારનું ,એક સશક્ત ઉદાહરણ છે. મેક ઈન ઈન્ડિયાએ ,હવે એક વાસ્તવિક આકાર લેવાનું શરૂ કરી દીધું છે. ભારત ,રક્ષા ક્ષેત્રમાં ,આત્મ નિર્ભરતા પર આગળ વધી રહ્યું છે. આઝાદ ભારતમાં ,ઘણા વર્ષો બાદ ,ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં ,પ્રાઈવેટ સેક્ટર અંતર્ગત ,એક પરિણામ હાંસલ કર્યું છે.
