અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનું વર્ષ 2020-21નું 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ
Live TV
-
વર્ષ 2022 સુધી પિરાણાના ડુંગરમાંથી મુક્તિ મળશે
અમદાવાદ મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2020-21નું રૂ. 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદ મ્યુનિ. કમિશનરે ગત વર્ષ 2019-20માં રૂ.7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતુ. આ વખતે બજેટમાં રૂ.1000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.મધ્યમ વર્ગ માટે રૂ. 500થી રૂ.700નો ટેક્સ વધારો સૂચવાયો છે. ચાલી અને ઝૂંપડામાં રહેતા ગરીબો માટેના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પોળ અને તળમાં રહેતા સામાન્ય વર્ગ માટે રૂ.300નો વેરા વધારો, ફ્લેટ, રો હાઉસ કે ટેનામેન્ટમાં રહેતા મધ્યમ વર્ગ માટે અંદાજીત રૂ. 500થી 700નો વેરા વધારો, જ્યારે બંગલા માટે રૂ.3 હજારથી 4 હજારનો વેરા વધારો સૂચવાયો છે.
ડ્રાફ્ટ બજેટમાં શું છે જોગવાઈઓ?
-માપદંડ પૂર્ણ કરનાર સોસાયટીને ફાઈવ સ્ટાર સોસાયટીનો દરજ્જો
-ફાઈવ સ્ટાર સોસાયટીને મિલકત વેરામાં માફીની યોજના
-ફાઈવ સ્ટાર સોસાયટીને 5 લાખનું ઓર્ગેનિક વેસ્ટ કન્વટર મશીન અપાશે
-વર્ષ 2022 સુધી પિરાણાના ડુંગરમાંથી મુક્તિ મળશે
-2020-21માં 20 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ થશે
-રૂ.968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવરબ્રિજ બનાવાશે
-વિવેકાનંદ નગર પાસે બનાવવામાં આવશે ઓવરબ્રિજ
-નરોડા ગેલેક્સી, પાલડી જંક્શન પર ઓવરબ્રિજની દરખાસ્ત
-YMCA-બોપલ ક્રોસ રોડ પર ફ્લાય ઓવરબ્રિજ
-શ્યામલ જંક્શન, વિસત સર્કલ પર ફ્લાય ઓવરબ્રિજ
-ખોખરા-અનુપમ રેલવે ઓવરબ્રિજની દરખાસ્ત
-405 કરોડના ખર્ચે શારદાબેન અને LG હોસ્પિટલનું નવીનીકરણ
-નિકોલ-કઠવાડા GIDC પાસે ફ્લાય ઓવરબ્રિજ
2020-21માં 95 હજાર આવાસ બનાવવાનું લક્ષ્ય
-સાબરમતી રિવરફ્રન્ટ પર ચોથા ફેઝનું આયોજન
-પૂર્વ કાંઠે ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી 5.4 કિ.મી.નો રિવરફ્રન્ટ
-પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી ઈન્દિરાબ્રિજ સુધી રિવરફ્રન્ટ
-278 સ્કૂલને હાઈટેક બનાવવા રૂ.29 કરોડની ફાળવણી
-500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ,
-200 કરોડના ખર્ચે પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
