મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે મહીસાગર જિલ્લાના પ્રવાસે
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે મહીસાગર જિલ્લાના પ્રવાસે છે, ત્યારે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવશે. સાથે જિલ્લા ન્યાયાલયના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લાના કિસાનો માટે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવી, 6 તાલુકાના 127 ગામોના 5813 કિસાનોને લાભ પ્રાપ્ત કરાવશે. તો લુણાવાડામાં તૈયાર કરેલ રૂ. 33.67 કરોડના ખર્ચ જિલ્લા ન્યાયાલયનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. ગુજરાત હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે નવનિર્મિત જિલ્લા ન્યાયાલયનુ લોકાર્પણ કરવામાં આવશે. લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યકક્ષાના કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજા સહિત જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
