Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાતના નવસારી,ડાંગ અને વલસાડમાં કમોસમી વરસાદ  

Live TV

X
  • સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી,ડાંગ અને વલસાડમાં સવારથી વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગત રોજ સાંજથી વરસાદ વરસી રહ્યો છે. આહવા ખાતે દોઢ કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.આજે સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે પશુઓ માટે રાખેલો ઘાસચારો પલડી ગયો હતો જ્યારે શિયાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.જ્યારે પર્યાવરણની અનિયમિતતા ખેડુતો માટે ધાતક સાબિત થઈ રહી છે ત્યારે નવસારી જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી વિપરીત અસર ખેતી ઉપર પડી છે. હાલ કમોસમી વરસાદ અને ધુમ્મસ સાથે વાદળછાયા વાતાવરણના માવઠાનાં કારણે ચીકુ અને કેરી ના પાકને લઇને ખેડૂતોમાં ચિંતા છવાઈ રહી છે. જ્યારે વલસાડ જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ  વરસ્યો હતો.વરસાદ વરસતા ખેડૂતપુત્રોમાં ચિંતા વધી છે.વલસાડ જિલ્લાના ઉમરગામ -પારડી,વાપી,કપરાડા, ધરમપુર તમામ તાલુકામાં વહેલી સવારથી મુશળધાર વરસાદ વરસ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply