મુખ્યમંત્રીએ દાહોદમાં રૂ 1500 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું
Live TV
-
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે દાહોદને રૂ 1500 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી.
દાહોદમાં હરિયાળી ક્રાંતિ લાવનારી રૂ 1054 કરોડની કડાણા સિંચાઇ યોજનાનું મુખ્યમંત્રી લોકાર્પણ કર્યું.રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દાહોદ જિલ્લાના નાગરિકોને રૂ 1500 કરોડની વિકાસ કામોની ભેટ આપવા માટે આજે ઝાલોદ ખાતે પધાર્યા. દાહોદ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થનારી રૂ 1054 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજનાના ભાગ-૧ના લોકાર્પણ કર્યુ. મુખ્યમંત્રીના કાર્યક્રમની વિગતો આપતા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઝાલોદ નગરના પાદરમાં આવેલા મેલાણિયા ગામ સ્થિત આઇટીઆઇ પાસે મર્યાદિત લોકોની હાજરીમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સંબોધિત કરવાના છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પિત થનારા વિકાસ કામોની યાદી જોઇએ તો રૂ 1054 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૧, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રૂ 3.28 કરોડથી નિર્મિત ડો. બાબા સાહેબ આંબેડકર ભવન,આદિજાતી વિભાગ દ્વારા ઝાલોદ ખાતે રૂ7.61 કરોડના સરકારી કુમાર છાત્રાલય, આરોગ્ય વિભાગના કુલ 2.40 કરોડથી નિર્મિત બે આરોગ્ય કેન્દ્રો અને જેટકો રૂ 2.20 કરોડના 66 કે. વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું.એ જ પ્રમાણે ખાતમુહૂર્તની યાદી જોઇએ તો રૂ 226 કરોડની કડાણા ઉદ્દવહન સિંચાઇ યોજના ભાગ-૨, કડાણા આધારિત રૂ. 213.69 કરોડની ત્રણ પાણી પુરવઠા યોજના, પાણી પુરવઠા વિભાગની રૂ. 14.94 કરોડની બે ફળિયા કનેક્ટિવિટી યોજના અને રૂ 4 કરોડના ખર્ચથી નિર્માણ પામનારા ૬૬ કે. વી. સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યુ હતું.
