ઉત્તરાયણને લઈને 108નો એક્શન પ્લાન, 622 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે
Live TV
-
ઉતરાયણને લઈને 108 ઈમર્જન્સી સેવાએ એક્શન પ્લાન બનાવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષ પણ 108 સતત સેવામાં તેનાત રહેશે. આ વખતે ઉતરાયણ પર્વ ઉપર કેસમાં વધારો નોંધાવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી 108ના કર્મચારીએ એક્શન પ્લાન બનાવ્યો છે.
જે અંતર્ગત ક્યાં જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે. 2020 કરતા 2021માં કોરોનાને ધ્યાનમાં રાખી 108માં ઓછા કૉલ આવશે તેવી આશા રાખવામાં આવી છે. 622 જેટલી એબ્યુલન્સ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત રહેશે.
10 વર્ષના ડેટાના વિશ્લેષણના આધારે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવશે. સામાન્ય દિવસે 2000થી પણ વધુ કૉલ આવતા હોય છે, જેમાં ઉત્તરાયણના દિવસે 24 ટકાનો વધારો થાય તેની શક્યતા છે. જેમાં અકસ્માત થવાથી ઈજા પહોંચ્યાના અને દોરી વાગ્યાના બનાવો વધુ હોય છે. ડેટા પ્રમાણે સૌથી વધુ કૉલ ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાંથી આવતા હોય છે.
જો કે 622 એબ્યુલન્સની સાથે 4000 લોકોનો સ્ટાફ સતત સેવામાં કાર્યરત રહેશે. માણસો ઉપરાંત પક્ષીઓની ઈજા માટે પણ કરુણા અભિયાન ચલાવવામાં આવશે.
37 એમ્બ્યુલન્સ કરુણા અભિયાનમાં કામ કરતી હોય છે, જેમાં આ વખતે વધારો કરવામાં આવશે અને 50 થી વધુ એમ્બ્યુલન્સ આ માટે કાર્ય કરશે. ઉત્તરાયણ પહેલા એમ્બ્યુલન્સમાં દવાઓ રાખવામાં આવશે અને એમ્બ્યુલન્સનું પણ મેઈન્ટેનન્સ કરવામાં આવશે.
વર્ષ પ્રમાણે આંકડા જોઈએ
(2017)- નોર્મલ કોલ - 2802 , ઉતરાયણ ઉપર - 3190 અને વાસી ઉતરાયણ 3007
(2018)- નોર્મલ કોલ - 2859 , ઉતરાયણ ઉપર - 3527 અને વાસી ઉતરાયણ 3596
(2019)- નોર્મલ કોલ - 2984, ઉતરાયણ ઉપર - 3467 અને વાસી ઉતરાયણ 3478
(2020)- નોર્મલ કોલ - 3302 , ઉતરાયણ ઉપર - 3953 અને વાસી ઉતરાયણ 3998
(2021) માં 2522 નોર્મલ કોલ જ્યારે ઉતરાયણ ઉપર 3137 અને વાસી ઉતરાયણ ઉપર 2946 કોલ આવવાની શકયતાઓ
સૌથી વધુ કોલ ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં અકસ્માત અને દોરી વાગવાના નોધાતા હોય છે
