Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં આગામી 3 દિવસમાં માવઠાની આગાહી, 11મી પછી વધશે ઠંડી 

Live TV

X
  • ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષા અન વરસાદને પગલે રાજ્યમાં પણ ઠંડી વધી રહી છે. એવામાં હવામાન વિભાગે રાજ્યમાં શિયાળા વચ્ચે માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદ વરસી શકે છે. 

    નર્મદા, ડાંગ, દાહોદ, ભાવનગર, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.  ઉપરાંત બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. 

    9 થી 11 જાન્યુઆરી સુધી રાજ્યમાં માવઠાની શક્યતા દર્શાવવામા આવી છે. માવઠા બાદ 11મી જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો પારો પણ વધી શકે છે. જો કે માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. માવઠાના કારણે ઉભા પાકને નુકશાન થવાની શક્યતાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

    અમદાવાદ શહેરમાં પણ બે દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના પગલે ઠંડી પણ વધી રહી છે. કચ્છના ખુલ્લા રણ વિસ્તારમાં પણ ઠંડી લોકોને ધ્રુજાવી રહી છે. ખુલ્લા રણમાં ધુમ્મસના કારણે આહ્લાદક દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે, તો બીજી તરફ વાહનચાલકોને પણ નુકશાની પડી રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply