સુરેન્દ્રનગરઃ એકસાથે 8 ઢેલ, 1 તેતર મૃત મળી આવતા તંત્ર એકશનમાં
Live TV
-
દેશ સહિત રાજયભરમાં બર્ડ ફ્લૂને લઈને તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઓળક ગામની સીમમાં ગુરૂવારે એક સાથે 8 ઢેલ અને એક તેતર મૃત મળી આવ્યાં હતાં.
જેને પગલે લખતર ફોરેસ્ટ વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલન શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા ઢેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તેના સેમ્પલ રાજકોટ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી.
આ દરમિયાન તાપી જિલ્લાના વાલોડના વિરપોર ગામમાં છેલ્લાં 3 દિવસમાં 10 કાગડાના મોતથી ચિંતાનો માહોલ ઉભો થયો છે.. કાગડાઓના મૃત્યુને લઈ પશુપાલન વિભાગ એલર્ટ થયું છે.. અને આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
