મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનો 16મા વર્ષમાં પ્રવેશ
Live TV
-
2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં 94 ટકા કેસોનું થયું છે સુખદ નિવારણ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો ઓન લાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. પ્રજાજનોની રાવ ,ફરિયાદ રજૂઆતના ટેકનોલોજી માધ્યમથી નિવારણમાં રાજ્ય સ્વાગત ઓન લાઇનનો 16માં વર્ષમાં પ્રવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જન સમસ્યા અંગેના નિવારણ માટે ટેકનોલોજી વિનિયોગના પ્રયોગ રૂપે "સ્વાગત ઓનલાઇન"નો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમ થકી 94 ટકા સમસ્યાઓનું સુખદ નિવારણ થયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વાગતમાં રજૂઆતકર્તા પ્રત્યે પૂર્વગ્રહ નહીં, પ્રો.એક્ટીવ અભિગમ દર્શાવી સમસ્યાનો ઉકેલ લાવવો જોઇએ.
