Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સ્થાપના દિવસથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ, મુખ્યમંત્રીની જાહેરાત

Live TV

X
  • આગામી 1લી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસથી 31 મે સુધી રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન ચલાવશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ અંગે ટવીટ કરીને માહિતી આપી હતી.

    1લી મેના રોજ ભરુચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા કોસમડી તળાવ ખાતેથી મુખ્યમંત્રી આ અભિયાનનો આરંભ કરશે. અભિયાનના ભાગરુપ સમગ્ર રાજ્યમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, ઉદ્યોગકારો, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી જળ સંચયના વિવિધ કામો હાથ ધરવામાં આવશે. 
    આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમ અને જળાશયોનું ડિસોલ્ટીંગ, નર્મદા કેનાલ તથા અન્ય નેટવર્કની સફાઈ, તળાવો-નદીના પ્રવાહને અવરોધતા ઝાડી ઝાંખરા દૂર કરવા, સઘન વૃક્ષારોપણ તથા વરસાદી પાણીના સંગ્રહ માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply