મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જામનગર જિલ્લામાં 500 કરોડથી વધુના વિકાસ કર્યોનું ખાતમુર્હૂત કર્યું.
Live TV
-
જામનગર શહેરમા 198 કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રિજનું લોકાર્પણ કર્યું તેમજ શહેરમાં અદ્યતન સ્પોર્ટ્સ મ્યુઝિયમ બનવાની જાહેરાત કરી.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જામનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કર્યું હતું. જામનગર શહેરમા 198 કરોડના ખર્ચે તૈયાર થનારા બ્રિજ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કર્યુ હતું. તેમજ ખાતમુહૂર્ત પ્રસંગે અગત્યની જાહેરાત કરી કે જામનગરમાં અદ્યતન સ્પોર્ટસ મ્યુઝિયમ બનશે અને આ મ્યુઝિયમને જામનગરના રાજવી જામ રણજીતસિંહજીનું નામ આપવામાં આવશે. જેમના નામે રણજી ટ્રોફી રમાય છે તેવા રણજીતસિંહજીના નામે બનનારા આ મ્યુઝિયમને જોવા માટે દેશ-વિદેશના ખેલાડીઓ જામનગરની મુલાકાત લેશે, મ્યુઝિયમમાં જાણીતા ક્રિકેટરોની સ્મૃતિઓ રાખવામાં આવનાર છે. જામનગરના ધન્વન્તરી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્મ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે "રાજ્યના શહેરોના વિકાસ માટે સરકાર કટિબધ્ધ છે. તેમજ નાગરિકોને વધુ ને વધુ સુવિધાઓ મળી રહે તે માટે સરકાર સતત કાર્યશીલ છે."
