મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો વલસાડમાં પ્રવેશોત્સવ
Live TV
-
વલસાડ જિલ્લામાં બે દિવસ માટે યોજાનાર કાર્યક્રમોમાં 9600 કુમાર અને 9543 કન્યા મળી કુલ 19,143 બાળકોનું નામાંકન કરાયું
વલસાડ નગરપાલિકા વિસ્તારની અબ્રામા મુખ્ય શાળા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ શાળામાં સાર્વજનિક સ્કૂલ અબ્રામા અને નવીનગરી પ્રા.શાળાના બાળકોનો પણ સમાવેશ કરાયો હતો..વલસાડ જિલ્લામાં બે દિવસ માટે યોજાનાર કાર્યક્રમોમાં 9600 કુમાર અને 9543 કન્યા મળી કુલ 19,143 બાળકોનું નામાંકન કરાશે..ઉલ્લખનીય છે કે રાજય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તાર માટેના યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પ્રથમ તબક્કામાં વલસાડ જિલ્લામાં વિવિધ મહાનુભાવોના હસ્તે 469 ગામોની 1,063 શાળાઓમાં ધોરણ-1 અને 9 માં કુલ 27,670 બાળકોનું જ્યારે 4,237 ભૂલકાંઓને આંગણવાડીમાં નામાંકન કરાયું હતું. જિલ્લાની 188 શાળાઓમાં બાળકોને શાળાએ આવવા-જવા માટે ટ્રાન્સપોટેશનની સુવિધાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.