Skip to main content
Settings Settings for Dark

મોડાસાઃ પત્રકારો-નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વાવની સફાઈ કરાઈ

Live TV

X
  • આ સફાઈ અભિયાનમાં જિલ્લાના તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો તેમજ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો

    એન્કર - વિશ્વ પ્રેસ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી 15 મી સદીની અને હાલ બિસ્માર હાલતમાં એવી ઐતિહાસિક વણઝારી વાવની સફાઈ અભિયાનનો કાર્યક્રમ મોડાસા નગરપાલિકા અને એક્ટીવ પ્રેસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હાથ ધરવામાં આવ્યું હતું.

    આ સફાઈ અભિયાનમાં જિલ્લાના તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો તેમજ મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને સફાઈમાં જોડાયા હતા.

    તમામ હાજર પત્રકારોએ વાવની ગંદકી સાફ કરી હતી. સ્થળ પર ઉપસ્થિત નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ રીતે વાવની સફાઈ ના થાય ત્યાં સુધી આ પૌરાણિક વણઝારી વાવમાં સફાઈ કામ ચાલુ રહેશે અને આ વાવની કાયમી જાળવણી થાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ ઝુંબેશમાં સહભાગી થવા બદલ તમામ પત્રકારોને તેમણે અભિનંદન આપ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
apply